Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhumi Rathod

Others

4  

Bhumi Rathod

Others

હવે વરસને

હવે વરસને

1 min
286

કરી જગ્યા હવે વરસાદ તું વરસને;

થઈ ધરા ગરમ, તો લાગી વૃક્ષોને તરસ,

મેહુલિયો બની તરસને છીપાવને.

બળતણ, ચૂલો, છાણા;

સાથે વાટ જોઈ લીધા કપડાં ભીના,

હવે મેવલિયા તું આવને.

ખેડુત, મોર, વૃક્ષો જુએ તારી વાટ;

ક્યારે થશે હવે મેઘનો નાદ,

બની મેહ નાદને ગુંજવને.

કૂવો, નદી-નાળા થયા ખાલી;

એંધાણ જોઈ બાળકો આપે તાળી,

હવે પર્જન્ય તું વરસને.

જોઈ બલાહકને નીકળ્યાં બાળકો ન્હાવા;

પછી મળે છે,ગરમ ભજીયાનાં લ્હાવા,

ફરી અનહદ વૃષ્ટિ કરી આનંદને વધારને.

વરસાદની બુંદનો કરી અહેસાસ;

નાચે બાગમાં મોર થનગનાટ,

વર્ષા તું પણ વરસીને નાચને.

Rate this content
Log in