Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhumi Rathod

Inspirational

4  

Bhumi Rathod

Inspirational

એ પિતાને કેમ ભૂલાય

એ પિતાને કેમ ભૂલાય

1 min
393


આંગળી પકડી કરાવી નિશાળની પરખ;

ભૂલ હોવા છતાં, ન આપે સજા નરમ,

એ પિતાને કેમ ભૂલાય...


વાર્તા સંભળાવે ને આવે નિંદ્રા

પિતૃહૃદયને મારી સમક્ષ રાખી ન કરે પંડની ચિંતા,

એ પિતાને કેમ ભૂલાય...


સકારાત્મકતાનો શ્વાસ પૂરી મારી બીકને ભગાડે;

ગુણોની ઓળખ કરાવી મનનાં વિકાસને વધારે,

એ પિતાને કેમ ભૂલાય...


કાળજાનો કટકો માની મને હૃદયમાં સમાવી;

ભાનરડાઓમાં સૌથી વધુ હૃદયસરસી મને ચાંપી,

એ પિતાને કેમ ભૂલાય...


ન રહી હયાતી પિતાની આ જીવનમાં;

છે હયાત આજે પણ 'ધરા'ના હૃદયમાં,

એ પિતાને કેમ ભૂલાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational