Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Bhumi Rathod

Children

2.3  

Bhumi Rathod

Children

આવું કેમ થાય છે ભગવંત ?

આવું કેમ થાય છે ભગવંત ?

1 min
127


ગરીબ માના ઓરડે થયું બાળકનું આગમન;

ભારણ લાગ્યું મા-બાપને બાળકનું જીવન,


રહી ભૂખ્યાં મા-બાપે કર્યું બાળકનો ઉછેર;

બાળમાનસને નાછૂટકે થવું પડ્યું બાળમજૂર,


કુમળા બાળને છોડવો પડ્યો માનો પાલવ;

યાદ આવ્યું માનું લાલન-પાલન,


મજૂરી કરવામાં ભૂલાયાં રમકડાં;

આવ્યા યાદ નાના ભાનરડાં,


યાદ આવે મા-બાપનું સ્મરણ;

મજૂરીમાં છીનવાયું મારું બાળપણ,


રહ્યા દૂર માના હાથનાં મીઠા કોળિયા;

છેટે રહી દેખાયા નિશાળના ઓળા,


બાળશરીર પર જલ્દી આવ્યું ઘડપણ;

પૂછ્યું ધરાએ, કેમ આવું થાય છે ભગવંત ?


Rate this content
Log in