પળો પાછી લાવીએ
પળો પાછી લાવીએ

1 min

240
લાઈટ બિલના પેલા કાળા કાગળ લઈને,
આખા ફળિયાને દોડાવીએ,
એ પળો પાછી લાવીએ.
બે રૂપિયાનાં દહીં હાટુ થઈ,
આખુ ગામ ફરી આવીએ,
એ પળો પાછી લાવીએ.
દોસ્તની સાઈકલ પાછળ બેસી,
પછી એની જોડે ખેંચાવીએ,
એ પળો પાછી લાવીએ.
અંતાક્ષરી રમતાં રમતાં,
બેસુરા ગીતો સંભળાવીએ,
એ પળો પાછી લાવીએ.
માલદડી અને પકડદોડમાં,
આખા ગામને હંફાવીએ,
એ પળો પાછી લાવીએ.
આખા દેશની સમસ્યાઓને,
એ ઓટલે બેસી પતાવીએ,
એ પળો પાછી લાવીએ.
ફરી પાછા સાવ નવરા પડીને,
દેશ વિદેશની રણનીતિ ચર્ચાવીએ,
એ પળો પાછી લાવીએ.
શાળાએ જતા જતા કો'કને,
થેલો હાથમાં પકડાવીએ,
એ પળો પાછી લાવી.
રસ્તામાં આવતા વડલાની મૂછે,
ગોળ પૈડા મજાના લટકાવીએ,
એ પળો પાછી લાવીએ.