થાય છે
થાય છે


પહેલાં આંખો ઉપર કફન થાય છે,
અંતે આંસુઓ હૈયે દફન થાય છે,
અપાર ઈચ્છાઓનું હવન થાય છે,
ને અંતે સપનાઓનું શમન થાય છે,
અસહ્ય વેદનાઓ સહન થાય છે,
ને અંતે જીવતરનું વહન થાય છે,
અહિંસક, આત્માનું દમન થાય છે,
ને ધીરે ધીરે દેહનું હનન થાય છે,
અસ્થીઓ ચોફેર પવન થાય છે,
મસાણે બેઠા બેઠા મનન થાય છે.