હોય છે
હોય છે


ઉદાસીનું પણ કારણ હોય છે,
લાખોની મેદનીમાં રણ હોય છે,
ધગતો સૂર્ય અને તપતી રેતી,
એ કાંટા અને રજકણ હોય છે,
મને એમ ઘા હળવેથી આવશે,
પણ એતો સાવ અભણ હોય છે,
સાવ જૂઠ્ઠા જલસા અહીંયા,
ને હેરાન દરેક જણ હોય છે,
જીવવું પડે છે પરાણે પણ જો,
શરીર સાથે શ્વાસ પણ હોય છે.