મેઘા તું વરસ
મેઘા તું વરસ
આજ દિલમાં ના સમાતો આ હરખ,
આજ મન મૂકીને મેઘા તું વરસ.
હેત સાથે આ ધરા પાવન કરી,
તે બુઝાવી આ ભવે રણની તરસ.
રાહ જોઈ છે સદા સેકાઈને,
ક્યાં પડે છે આભને કોઈ ફરક?
છોકરી પલળે અમસ્તી આભલે,
આંખમાં જોને હસે છોરો મરક.
તુજ છબી 'આભાસ' દિલમાં ઉતરી,
એ ખુદાના હું કરું જોને દરશ