માનવ બનીને આવજે
માનવ બનીને આવજે


સમજવા માનવને હરિ તું માનવ બનીને આવજે,
આ તો છે મૃત્યુલોક એટલું સ્મરણ મનમાં લાવજે.
તારે વસવું નિરંતર ક્ષીરસાગરે કે ભક્તના ઉરમાં,
કલિપ્રભાવી મનુજને તું માનવના ગજથી માપજે.
અહીં તો છે હરિ આધિ વ્યાધિને ઉપાધિ સદાએ,
બની શકે તો મૂંઝાતા માનવીને હિંમત તું આપજે.
તારી અપેક્ષા મુજબ ના જીવનારા હોય માનવી,
કાવાદાવાની દુનિયામાં તું એની મર્યાદા સ્વીકારજે.
ના દ્રષ્ટિપાત કરીશ હરિ એની બૂરાઈઓ તરફ,
એકાદ સદગુણ પરખીને તું હરિવર સરાહજે.