સંકલ્પ
સંકલ્પ

1 min

8.3K
દ્રઢ મનોબળથી કાર્યસિદ્ધિનો નિર્ધાર લાગે છે સંકલ્પ,
અડધું કાર્ય જાણે પૂર્ણ થયાનો વિચાર લાગે છે સંકલ્પ.
વિકલ્પનો વધુપડતો ન હોય અવકાશ જેનાં જીવનમાં,
આવતી વિટંબણાઓનો ક્યાં કદી ભાર લાગે છે સંકલ્પ.
હરઘડી હરપળ જેને ધ્યેય માત્ર દ્રષ્ટિગોચર થનારું છે,
મહેનત તણા સંગાથે પથિકને આવકાર લાગે છે સંકલ્પ .
અદભુત તાકાત રહી હોય છે કર્મપથના રાહીનાં ડગલે,
એની સફળતાનો એકમાત્ર બસ આધાર લાગે છે સંકલ્પ.
ચૂમે છે કદમોને એનાં વિજય સન્મુખ આવી સન્માનતો,
આયોજન એ જ સિદ્ધિ બનીને શણગાર લાગે છે સંકલ્પ.