STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

દીવાનો

દીવાનો

1 min
8.1K


હું છું હરિ નામનો દીવાનો,

હોય ડર કે ભય મને શાનો ?


હરિનામ હરપળ હોય હારે

પછી શું જોઈએ બીજું મારે ?

મારે સર્વસ્વ રાધાને કાનો હું છું o


જિહ્વા એના નામને રટતી,

સઘળી ચિંતા મારી ટળતી,

નથી આશ્રય કોઈ બીજાનો હું છું o


આઠે પ્રહર અવિનાશી તારા,

દિલતારને ઝણઝણાવે મારા,

ભલેને રહ્યો સાવ હું નાનો હું છું o


Rate this content
Log in