STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

મૌન

મૌન

1 min
15.1K


શબ્દો વિના સઘળું સમજાવી જાય છે મૌન,

ચહેરાની ભાષાની અભિવ્યક્તિ થાય છે મૌન


વાણીદોષથી રહી દૂરને આગળ વધનારું એ,

કોઈ સમજુને વળી સમયે સમજાય છે મૌન.


વૈખરીની વિદાય થઈ ગઈ જ સમજવાની છે,

પરાથી પણ પર રહીને એ પ્રગટ થાય છે મૌન.


અદભુત રહી તાકાત એમાં શૈલને પીગાળતી,

વજ્રથી કઠોરને પણ હચમચાવી જાય છે મૌન.


સહનશીલતાનું સત્વ ભીતરે પ્રકાશી ઊઠનારું,

સાધનાના મૂળમાંહે દ્રષ્ટિગોચર થાય છે મૌન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational