STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Inspirational

5  

Rupal Sanghavi "ઋજુ"

Inspirational

"કાગળની નાવ"

"કાગળની નાવ"

1 min
577

તું અલખને આરાધે એકતારો મળે છે

કોઈ રંકના ભાગ્યને'ય સિતારો મળે છે

જો હરીના ભરોસે હંકારે હલેસા,

તો કાગળની નાવને'ય કિનારો મળે છે


પરિશ્રમની પગથારે જ પ્રારબ્ધ મળે છે

ને સત્વની રાહ પણ શૂરવીરને મળે છે

કેવી અવર્ણનીય! છે વિરાગની મસ્તી,

જ્યાં ખોવાઈને ખુદમાં જ ખુદને મળે છે


એકાંતને સરનામે જ તો ઈશ્વર મળે છે

ને આતમના સંધાને સાક્ષાત્કાર મળે છે

ક્ષણ એ અદ્ભૂત, અવર્ણનીય! મિલનની

સાક્ષીનો દિપક મંદિરે કરું ને ભીતર મળે છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational