STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Abstract Romance Others

3  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Romance Others

પ્રણયની મહેક

પ્રણયની મહેક

1 min
202

તમારા નયનમાં આંજી ને શ્યામલ રાત આવી છે,

અમારા સોણલાં ભાંગી ઉજાગર પ્રાત: આવી છે,


જુઓને સપન પલ્લીમાં પ્રણયની મહેક છાઈ છે,

તમારાં આગમનની સાથ ફૂલ બિછાત લાવી છે,


લહેરો ભેટવા સાહિલ કને લહેરાઈ આવી છે,

લખીને નામ રેતીમાં અનોખી ભાત લાવી છે,


ઢળે જ્યાં સાંધ્યનો સૂરજ નિંદરથી ચાંદલો જાગે,

મળે જ્યાં પ્રીત શમણે દીપ થઈને જાત આવી છે,


હવે શમણાં ન મન ભાવે મિલન ક્યારે કહો થાશે,

'ઋજુ' થાશે જીવન રંગીન રંગો સાત લાવી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract