STORYMIRROR

Chaitanya Joshi

Abstract Others

4  

Chaitanya Joshi

Abstract Others

મોબાઈલ

મોબાઈલ

1 min
27.2K


મોબાઈલ વિના પાંગળો આજ બની ગયો છે,

માનવી મોબાઈલનો મોહતાજ બની ગયો છે.


છે જબરું વ્યસન એને આજ મોબાઈલનું,

સાચવી ખિસ્સામાં એકલો સમાજ બની ગયો છે.


દૂરનાને સાચવતો શિરસ્તો, નજીકને વિસરતો,

વ્હોટસએપને એફ.બી.નો અવાજ બની ગયો છે.


શું માણસ માટે મોબાઈલ કે મોબાઈલ માટે માણસ ?

વારેવારે લૈને નિતનવા ફેશનનો તાજ બની ગયો છે.


નથી ધ્યાન દેતો ઘરમાં કે ઘરડાં માતાપિતામાં એ,

કામના સ્થળે પણ મોબાઈલનો રિવાજ બની ગયો છે!!


જીવની જેમ સાચવતોને હંકારતાં પણ કાને રાખતો,

સર્વસ્વ સાંપડતું એમાં તેનો પાટને રાજ બની ગયો છે.


'દિપક' દેજે વિવેક ઇશ એને કે ઉપભોગ ના કરે એ,

હેન્ડ ફ્રી ધરી કાને જાણે સંગીતનો સાજ બની ગયો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract