હનુમાન જયંતિ
હનુમાન જયંતિ
1 min
413
કર્તવ્યનિષ્ઠ કમર કસે હરકોઈ કાર્ય પાર પડે,
મારી વ્હારે વેળાસર ચડે ના ઘડી ઘડી કહેવું પડે,
જે કાર્ય હનુમંત હાથ ધરે રઘુરાયની ચિંતા ટળે,
રસ્તે મળે અનિષ્ટ કે અભિમાનના મૂળ ઉખડે,
પ્રચંડ હૈયે હામ, મુખમાં રામ, જેને સાથ હનુમંત સાંપડે,
વ્યાધિ ઉપાધિ ના મળે દુઃખ દર્દ સૌ દૂરે ટળે,
વિનમ્રતાથી વહન કરે સૌ કાર્ય જરીયે ગર્વ જોવા ના મળે,
બસ રામનામ જપે મણકે મણકે શ્વાસની માળા વડે,
સત્વ, શ્રદ્ધા, સદબુદ્ધિને સાથ મહાવીરનો મળે,
એ પ્રાર્થના સ્વીકારજો મુજ હૃદયે પણ સીયારામ મળે.