STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

સ્વપ્ન શાં જીવન

સ્વપ્ન શાં જીવન

1 min
448

ઘણાં દર્દને સંઘર્યા છે હૃદયમાં,

ઘણાંયે ભરમ જાળવ્યાં છે હૃદયમાં,


જુઓને તિમિરે રડે રાત છાની,

લઈ આંસુ પુષ્પોએ રાખ્યાં હૃદયમાં,


સરે રેત બાંધો અગર હાથમાં તો,

સ્વપ્ન શાં જીવન સંઘર્યાં છે હૃદયમાં,


સંબંધો સુહાના ભલે લાગણીનાં,

છતાં ડંખ દે ચિતર્યાં છે હૃદયમાં,


દિશાઓ હતી મારી આરંભમાં તો,

કદમ એ તરફ તો વળ્યા છે હૃદયમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract