નાનો પણ રાઇનો દાણો
નાનો પણ રાઇનો દાણો


નાનો પણ રાઇનો દાણો;
બન્યો મોટો, બન્યો મોટો, બન્યો ખોટો.
અભિમાનની ડાળ પર બેઠો,
ભલેને એ ડાળ પોતે જ કાપવા બેઠો.
જોઈએ તો બસ રુઆબ શેઠનો,
પીઠ પાછળ ભલે ને લાગે અંગૂઠો...
મદ છે આ કડકડતી નોટોનો,
મુન્જાયો હું શું મેં ધંધો કર્યો ખોટનો?
અંદરથી એક અવાજ ઝીલ્યો..
ભલે નાનો, ભલે નાનો, બન્યો સાચો..
યાદ રાખ, નાનો પણ રાઇનો દાણો.