Pratik Goswami

Abstract Others Romance

1.0  

Pratik Goswami

Abstract Others Romance

પડ્યું છે!

પડ્યું છે!

1 min
433


ખોટો વહેમ ન રાખશો કે ભીનું મોઘમ ઝાકળ પડ્યું છે;

જરા નીરખીને તો જુઓ, ટૂંટિયું વાળીને વાદળ પડ્યું છે !


હોંશે હોંશે ગયા હતા એમની ડેલીએ, કે કદાચ ઓળખશે;

એ આંખો મીંચી ગયાં ! કહ્યું કે આંખોમાં કાજળ પડ્યું છે ! 


જમીનદારી હતી આંબાવાડીની, ને સંબંધોય એટલા હતા; 

માવઠાએ મજા બગાડી, ખાટલે હવે ડોસું કાસળ પડ્યું છે ! 


આંખો હોલવાઇ, પગેય ગયા, મજા નથી રહી મુસાફરીમાં;

ચાલવાનું તોય જારી છે, મોત હજુ કેટલું આગળ પડ્યું છે ?



Rate this content
Log in

Similar gujarati poem from Abstract