ચ્હા મળશે?
ચ્હા મળશે?
ખાલી થયો છું નીચોવી જાતને, હવે ચ્હા મળશે?
ઉપાહારની ખાસ ઈચ્છા નથી, બસ સરાહ મળશે?
વેરાન હતો જે મારગ, ત્યાં જોઉં છું ભીડ આજે;
જવાની ઉતાવળ તો મનેય છે, થોડી રાહ મળશે?
સંબંધો લાગે છે પાનખર સમા, વસંતની તલાશ છે;
મેઘની જરૂર નથી, બે ક્ષણ મીઠી નિગાહ મળશે?
આખરે હું હાર્યો, કારણ, કાચો હતો આ શતરંજમાં;
'પાકા' કેમ થવાય? જાણવું છે, એક સલાહ મળશે?
* કેટલાક શબ્દો અને તેમના અર્થ : ઉપાહાર-નાસ્તો. સરાહ- વખાણ. મેઘ-વરસાદ.
