કિનારે
કિનારે
1 min
13.4K
માલ મૂકે વધારે તો હું શું કરું?
નાવ ડૂબે કિનારે તો હું શું કરું?
રોજ ઊકાળે લોહી ગુસ્સો પાથરી,
બોજ તારે સહારે તો હું શું કરું?
ચાઁદ થઈ નીકળે પૂનમે ખાસ તું,
ઊર્મિઓને પુકારે તો હું શું કરું?
રોજ પજવે જતા-આવતા એ લુચ્યૉ,
મેધ થઈને પધારે તો હું છું કરું?
હોય અશ્રુ આંખમાં ને દરીયો ભરે,
નીર થઈ આવકારે તો હું છું કરું?
છંદ: ગાલગા, ગાલગા, ગાલગા, ગાલગા