હળવાશ ૪૬
હળવાશ ૪૬

1 min

23K
હવે કેમ સગપણમાં કડવાશ લાગે ?
થયા દર્દ રેઢા તો નરમાશ લાગે ?
સતત આંખ ઘેરાય લાવો કફનને,
નવી એક દુનિયામાં હળવાશ લાગે.
હતાં દુઃખના અનહદ દહાડા હટી ગ્યા,
હવે ઘરમાં થોડોક અજવાશ લાગે.
તને યાદ મારી, મરણ બાદ આવી,
હવે ક્યાં હકીકતનો અવકાશ લાગે ?
ખડે પગ ઉભા સૌ ફરજ તો બજાવે ?
છતાં કર્મચારી કાં બદમાશ લાગે ?