ઓરડે
ઓરડે




બંધ આંખે એકલી ખળ-ખળ વહું છું સાવ ખાલી ઓરડે,
ને વહેતા ખ્વાબનું ઝરણું બનું છું સાવ ખાલી ઓરડે .
ઢાળ આવે ત્યાં ઢળી ઢાળે પડું છું સાવખાલી ઓરડે,
લાગણીનો આમ દરિયો ઠાલવું છું સાવખાલી ઓરડે.
લઈ વિરહને એકલી ભીતર વસું છું સાવ ખાલી ઓરડે,
ઝંખનાને જઈ જીવનભર તો મળું છું સાવ ખાલી ઓરડે.
પંખી, ઝરણાં, ક્ષણ બધું દિલમાં ભરું છું સાવખાલી ઓરડે,
રાગ સાથે ઊગતી ચાહત લખું છું સાવખાલી ઓરડે.
રણસૂકુંને જળભરેલા વાયરા સાથે રમું છું સાવખાલી ઓરડે.
આંખ ભીની ને નીતા રચના રચું છું સાવ ખાલી ઓરડે.
છંદ :- ગાલગાગા, ગાલગાગા, ગાલગાગા, ગાલગાગા, ગાલગા