STORYMIRROR

Nita Patel

Tragedy

3  

Nita Patel

Tragedy

ઉપચાર

ઉપચાર

1 min
26.2K


કોઈ સપનું શબ્દને લઈ માપતો ઉપચાર છે,

આ ગઝલ પણ દર્દનો જયાં ખાસતો ઉપચાર છે.

 

શું વધારે હું કહું શબ્દો વિષે જો આમતો,

જ્યાં વ્યથા-વિરહ બધું આ જાગતો ઉપચાર છે.

કોણ સમજે વાત હૈયાની હવે લ્યો સામટી?

મૌન પણ જ્યાં બોબડું ત્યાં ગાજતો ઉપચાર છે.

દર્દમાં પણ આંસુની છે શક્યતા આમે ઘણી,

સ્હેજ શબ્દો ઘાવને લઈ સાધતો ઉપચાર છે.

બેડીઓ બાંધી સમયની ત્યારથી યાદે ચઢી,

આ સ્મરણ એ રાહને ત્યાં લાવતો ઉપચાર છે.

આ પ્રણયના પંથ પર સઘળા મળે વખતો વખત,

લાગણી સંબંધના ઘર સ્થાપતો ઉપચાર છે.

     

છંદ :-ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy