Heena Pandya (ખુશી)

Tragedy

4  

Heena Pandya (ખુશી)

Tragedy

એક એવો માનવી

એક એવો માનવી

1 min
400


એક એવો માનવી રે'તો અમીરી આંકતો,

રોટલી લૂખી અને સાથે ગરીબી ફાંકતો.


ચીંથરાને પાથરી એમાં જ પસ્તી લાગતો,

આ શરમના મારથી માથે શરીફી ઢાંકતો.


એક જોડી ફાટલાં કપડાં સદાને પેરતો,

થિંગડા મારે અને જાતે ફરીથી ટાંકતો.


એકલો દેખાય છે એ દર વખત હું દેખતી,

છે ઝુરાપો કોઇ અંગતનો નમીથી ઝાંકતો.


એ જરા મરકી ગયો પાછો વળી આવ્યો "ખુશી",

જો ઘણો ધનવાન જે એને અહીંથી હાંકતો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy