માણસનું શું!
માણસનું શું!
સમય, સંજોગ છે બદલાયા કરે,
માણસનું શું ! એતો હરખાયા કરે!
ન વિખેર અહીં લાગણીઓ એમજ,
સ્વાર્થ તો સમયે સમયે પરખાયા કરે.
નીકળી રહ્યો સમય રેતની જેમ જ,
ફૂટ્યો ઘડો પાણી એકધારે ખડકાયા કરે.
અવાચક છું નહીં કે યાચક પ્રેમનો,
સાંભળ! એક સાદ કાને અફળાયા કરે.
સઘળું ત્યાગી નીકળ્યો અલગારી જો,
બન્ધન પગમાં હજુય અટવાયા કરે.