STORYMIRROR

Sarjak Gautam Parmar

Inspirational

4  

Sarjak Gautam Parmar

Inspirational

બારણાં એ તોડી છે ઊભી દિવાલ.

બારણાં એ તોડી છે ઊભી દિવાલ.

1 min
13.6K


જાય ના કોઈ હવે લૂંટી દિવાલ.
સામે આડી રાખી છે જુઠી દિવાલ.

 કોઈ ભીતર ના હવે ઝાંખી શકે;
એટલી છે સ્વાર્થની ઊંચી દિવાલ.

 માપસરનું ક્યાં હતું સૌ બાંધકામ
એટલે તો પ્રેમની ટૂટી દિવાલ.

 સગપણોમા થોડી થઈ કડવાશ શું?
પીપળાને ફાડી આ ફૂટી દિવાલ.

 ઘર સલામત  હોય પણ ક્યાંથી પછી?
બારણાં એ તોડી છે ઊભી દિવાલ.

 ભોંય ભેગી થાય ના ભૂકંપમાં;
લાગણીની બાંધી મેં  ટૂંકી દિવાલ.

 ચાર ખૂણા ક્યાંક તો  મળતાં રહે;
હાથમા રાખી છે મેં  મુઠ્ઠી દિવાલ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational