STORYMIRROR

Sarjak Gautam Parmar

Romance

2  

Sarjak Gautam Parmar

Romance

યાદના જ્યાં સૂર્ય પણ ઢળતા નથી

યાદના જ્યાં સૂર્ય પણ ઢળતા નથી

1 min
13.9K


એ હવે આ વાતમાં પડતા નથી.

નિંદમાં પણ સ્વપ્નને રળતાં નથી.

 

ખાય છે ચાડી હવે આ ઓશિકાં,

આંખમાં અશ્કો વડે રડતા નથી.

 

થાય છે આભાષ કેવો આંખને,

ક્ષિતિજે પણ હું ને તું મળતાં નથી.

 

ઋતુ બદલાશે વિરહની કઈ રીતે,

પાનખરના ફૂલ તો ખરતાં નથી.

 

છોડ તારા પ્રેમનું તાવીજ આ,

યાદને તો કોઈ ગ્રહ નડતા નથી.

 

દર્દ કેરા મોક્ષની લાલચ હતી,

મોત એવી કે હવે મરતા નથી.

 

સાંજ  લઇ આવે છે ક્યાં "સર્જક" તને,

યાદના જ્યાં સૂર્ય પણ ઢળતા નથી.

 

 

 


Rate this content
Log in

Similar gujarati poem from Romance