STORYMIRROR

Sarjak Gautam Parmar

Romance

2  

Sarjak Gautam Parmar

Romance

જેવો પ્રેમ છે

જેવો પ્રેમ છે

1 min
2.4K


જે પૂરો ના થ્યો કદી વનવાસ જેવો પ્રેમ છે;
આવડ્યો ના જે કદી અભ્યાસ જેવો પ્રેમ છે.

વ્હાલની કાયમ નદી છલકાવી સાગરમાં છતાં,
આંસુઓની બુંદમાં ખારાશ જેવો પ્રેમ છે.

જાય વિતી જ્યાં સદીયા જે સમજતા આ યુગે;
કોઈ મોટો ગ્રંથ ઉપન્યાસ જેવો પ્રેમ છે.

વાસના કેવી પ્રબળ જન્મે હદયમાં એ ખુણે,
પામીને ઝરણાં બુઝે ના પ્યાસ જેવો પ્રેમ છે.

લાગણી ઓઢી ફરે સર્જક હદય પર રોજ જે,
કોઈ ગમતો રેશમી લિબાશ જેવો પ્રેમ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance