Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

નયન તમારાં

નયન તમારાં

1 min
532


આવી મુજને ઘાયલ કરી ગયાં નશીલાં નયન તમારાં. 

વસી ઉરે ને આનંદ એ ભરી ગયાં નશીલાં નયન તમારાં. 


થઈ પ્રતીતિ સર્વસ્વ હરાયાંની દિલને નેત્રકટાક્ષ ટાણે,

ઉરને રખેને અવનવું એ ધરી ગયાં નશીલાં નયન તમારાં. 


ધબકતુંને ટપકતું હૃદય મારું પળેપળે ઝંખનારું થયું,

એના ધબકાર સાથે વણાઈ ગયાં નશીલાં નયન તમારાં. 


હતી એ તારકમૈત્રી કે નૈનમિચોલી અનુમાન અસંભવ,

શશીવદન નીરખીને સ્થપાઈ ગયાં નશીલાં નયન તમારાં. 


સ્વીકારી હારને આગળ વધું છું હવે પામવાની આશે,

રોમેરોમ ચોસઠ એ ખીલાવી ગયાં નશીલાં નયન તમારાં. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance