તડપન
તડપન
પાન હું લીલેરું, વિકસી જોયું જરા,
નાજુક એ ડાળ પર વિલાસી જોયું જરા,
કૉરોના થકી મપાઈ ગ્યાં દોસ્તાર ખરાં,
સંબંધોને ય ઘડીમાં તપાસી જોયું જરા,
વેર્યું જ્યાં લગી ધન, આસપાસ સૌ રહ્યાં,
કરગરતું હૈયું ધરી ને શ્વસી જોયું જરા,
આપી જેને પાંખો પોતાની સમજીને એણે,
ત્યજી સૌ ગરિમા એ મેં ગ્રસી જોયું જરા,
નિઃશબ્દતા કેળવતા શીખી જે શમશેર,
બુઠ્ઠી નથી થૈ ને ધાર, કાગળિયે ઘસી જોયું જરા,
મલ્હાર થૈ ઝૂમે મેઘલીયો વરસવાને જ્યાં,
સમંદર પણ છે કે મહીં, તલસી જોયું જરા,
કણેકણને જીવાડતો અક્ષરદેહ તવ 'તરંગ'
તને, સંવેદનાની સ્યાહીથી સ્પર્શી જોયું જરા.

