Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Abstract Inspirational

4  

Mrugtrushna Tarang

Abstract Inspirational

છું દુર્ગા, અંબા, સીતા તું..!

છું દુર્ગા, અંબા, સીતા તું..!

2 mins
423


દરકારનાં ચહેરા રોજ બદલતો તું,

આક્ષેપોનો કોહરામ મચાવતો તું,

પ્રેમાલાપનાં મોહરા સજાવતો તું,

ઉપાલંભનાં કટુવેણ ઉચ્ચારતો તું,

મૂર્ખ કહી મને, સૌને, તથા જગને,

ખુદને બુદ્ધિશાળી કહેવડાવતો તું.. 


નારી પૂજનની કેવળ ગાથા ગાતો તું !

પ્રેમના નામે ચેલેન્જર્સ બનતો તું,

વેળ કવેળ ફક્ત મને દબડાવતો તું !

મજબૂરી મારીનો ફાયદો લૈ કહેતો તું -

કે, 'શાને ઉશ્કેરો મને ! નૈં ઊંઘી શકતો હું !'


પોતાનો કક્કો ખરો ઠેરવવા મને હરદમ

નીચે, ઊંડી ખાઈમાં ગબડાવતો તું !

પૂછવા પર મારું વર્તન ન ગમતું તને,

મર્દાનગી તારી ઘવાતી, અહં તૂટતો તારો,

ત્યારે ઝેરીલો નાગ બની મને ડંખતો તું.. !


સ્ત્રી સ્વાતંત્ર્યની બસ વાતો જ હોતી જીભે,

સ્ત્રીની લીટી લાંબી થતાં ન જોઈ શકતો તું !

આળસ પોતાની ગર્વથી બિરદાવતો તું,

પણ, બીજાને માત્ર મહેણાં-ટોણા મારતો તું !

મશ્કરીમાં દિલનાં અરમાં મ્હોં પર ચોપડતો તું

હૈયા વરાળ પણ બીજાની ન સાંખી શકતો તું

હક્ક મેળવવા હંમેશ ઉગ્ર થૈ ઉપર ચઢતો તું,

મારા દિલની વાત્યું કદીયે ન ગણકારતો તું !


હા, આપ્યો'તો સમય તેં મને, મારી જરૂરતે,

એનું ઋણ કેટલીય વાર ઉતરાવી રહેતો તું !

તારી શરતે દેહભૂખ સંતોષવા અકળાતો તું

બીજાની 'ના' લગીરે ન ચલાવી લેતો તું.. !

ત્યારે લાગતું કે, ગુલામ જ છું તારી, એટલે,

કરગરવાથી શું લાભ ? કૈં નૈં થૈ શકે હવે છોડ

ઈશ્વર પર, સોંપી તેં જ્યાં તારી કિસ્મત એને

સમજી તારો કરતાર ! લે ભોગવ આજીવન !

કે જે નગરવધુ સમજી, સ્ત્રીને ભોગવતો તું !


રક્ત સમક્ષ બનતો સજ્જન, પીઠ પાછળ

એજ અમાનુષ બની એને ઉપભોગતો તું..

કાળજીના નામે બડાઈ જ્યાં ત્યાં હાંકતો તું

સંવેદન શૂન્યતા સફાઈથી રહ્યો કેળવતો તું..


હે ઈશ્વર ! કર સ્વતંત્ર મને, કે સ્વચ્છંદીપણું

એનું ઠુકરાવી નિરાંતે જીવી શકું હું આજન્મે

બસ, વિનંતી મમ પ્રભુ કાને ધર તું કે, છૂટું હું

મૈત્રી નામે મને જે આજ લગી લૂંટતો આવ્યો

લેવા બદલો સ્વજનોથી બર્બસ કરી રહ્યો ઉપયોગ તારો એ મૂરખ !

હવે તો ઉગાર સ્વયંને ખુદને ભરોસે, ડામી દે એને કે કરતો

તૈયારી તને દાટવાને વીસ ગજ નીચે જોજે

હવે ન ફસાતી માયાજાળમાં, ફોસલાવતો તું

'શૉ પીસ' બનાવી જે પ્રસ્તુત કરતો સૌ સામે,

આવી રહ્યો નિકટ સંતોષવાને ભૂખ એના દેહની,

બન નીડર, ઉગામ શસ્ત્ર, છું સ્ત્રી તું,

નથી અબલા નારી.. છું દુર્ગા, અંબા, સીતા તું.. !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract