શબ્દ સાધક
શબ્દ સાધક
શબ્દોના સાધક પાસે શબ્દોની અનેરી ધાર હોય છે
શબ્દોના સાધક જાણે કે શબ્દોની આરપાર હોય છે,
શબ્દોના સાધક હોય છે શબ્દો ના ઉપાસક એવા
જેમની પાસે ફકીરાનો આનંદ અપરંપાર હોય છે,
ઘણીવાર શબ્દોના સાધક બની જતા હોય છે ગુપ્તચર
બે પંક્તિ વચ્ચે વાંચી શકવા પર દારોમદાર હોય છે,
શબ્દ સાધકની જિંદગીમાં ચોટ છે ખુબ જરૂરી
ઘાયલ શબ્દ સાધકની રજૂઆત ચોટદાર હોય છે,
જરૂરી નથી કે શબ્દોના સાધક હોય હંમેશ લખનાર જ
સારું વાંચન કરનાર પણ શબ્દ સાધકના હક્કદાર હોય છે,
શબ્દોની સાધના કરતો રહે શબ્દોના સાધક ભલે પણ
એક જ શબ્દ ‘ઓમ’ માં સમાયો જિંદગીનો સાર હોય છે.
