ચિત્રકાર
ચિત્રકાર
તું પણ ચિત્રકાર ને હું પણ ચિત્રકાર,
ચિત્રો દોરશું આપણે એકમેકને સંગ.
કેનવાસ તારું છે અમાપ આકાશ જેવું,
તારી પીંછી સજાવે છે આ દુનિયાના રંગ.
કેનવાસ તો મારું છે મારા જીવનસંગ,
મારી પીંછી સજાવે છે મારો જીવન રંગ.
ચિત્રો મારા બનાવું છું કુદરતને સંગ,
ને હું તો આપું છું તે ચિત્રોને તારા જ રંગ
ઉષા સંઘ્યા ના રંગો જોઈ હું થાઉં છું દંગ,
ને હૈયે ઉમટે છે એકસામટા ઉમંગ.
હે ઈશ, તારી ભક્તિ છે મારા જીવન સંગ,
મસ્ત બની હું માણું છું મારો જીવન રંગ.