હું ઝૂલાવું મારા લાલને
હું ઝૂલાવું મારા લાલને
લાલો મારો પોઢે પારણિયે
ને હું ઝૂલાવું, મારા લાલને રે,
આ તો મારી પ્રીતનું પારણિયું
ને પારણિયે પોઢે, મારો લાલ રે,
બાંધી સ્નેહની દોરી, પારણિયે
પારણિયે લટકે ફૂમતા ચાર રે,
મીઠું મીઠું મલકે મારો લાલ,
કે જાણે કનૈયાનો અવતાર રે,
અઢળક ખુશીઓ આવી મારે દ્વાર
આનંદે ઝૂલે મારો લાલ રે,
લાલો મારો પોઢે પારણિયે,
ને હું ઝૂલાવું મારા લાલને રે.