STORYMIRROR

Mukesh Jogi

Drama Fantasy Romance

4  

Mukesh Jogi

Drama Fantasy Romance

ગઝલ- હું

ગઝલ- હું

1 min
26.9K


મીરાં ના ગળામાં ઝહર હું હતો,

કદી બંસરી માં અધર હું હતો,


ખરેખર કશી કયાં ખબર છે તને,

કે તારા નગરની ખબર હું હતો,


હજું નીરખી લે બરાબર મને,

જે છોડી તમે એ ડગર હું હતો,


હજું રંગ છલકે છે જે આંખમાં,

નજરની ગુલાબી અસર હું હતો,


યુગો થી ઊભો એક જણ રાહમાં,

તડપ હું હતો તો સબર હું હતો,


કદી કાકલૂદી કેવટ ની હતો,

કદી વ્યાસ પીઠે પ્રખર હું હતો,


કલમ હું હતો તો શબદ હું હતો,

ગઝલ હું હતો તો બહર હું હતો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama