હસાવી પણ શકે
હસાવી પણ શકે
મૂંગા રહી દોસ્તી અહીં સાચી નિભાવી પણ શકે.
એ રાત દિન જોકર બની જો'ને હસાવી પણ શકે.
એને કશી ખપનાં નથી આ બંગલા ગાડી જુઓ,
માણસ જ છે જે જાતની કિંમત જતાવી પણ શકે.
હંમેશથી જો આમ તો માણસ ખરો સ્વાર્થી રહ્યો,
એ સ્વાર્થ માટે જાળ સોનાની બિછાવી પણ શકે.
ના કામ આવે એ કશે એ માનવાનું ભૂલ છે,
એ પશુ છતાં પણ મુસીબતમાં બચાવી પણ શકે.
એ માંગશે થોડું અને ખોબો ભરીને દઇ જશે,
'ને પ્રેમની થોડી ગરજ સામે બતાવી પણ શકે.
દરિયા ભરી રાખો છતાં સંતોષ છે એને ઘણો,
એ પશુ તરસને છીછરા જળમાં છિપાવી પણ શકે.
જો નાચતાં શીખ્યો ઘણું માણસ કનેથી એટલે,
માહોલ એવો એ "ખુશી"નો એ જમાવી છે શકે.