વગડાનું સંગીત
વગડાનું સંગીત
મસ્ત મોજીલું પંખી ઊડી
ગગને ગાતું ગીત,
આવને છોડી મહેલ માનવી
સાંભળવા વગડાનું સંગીત,
ઊષા ખીલે ને કૂકડો બોલે
પ્રભાતે પ્રગટે પ્રીત
હાલને મનવા દામોદર ઘાટે
ભૂલશે, ચકરાવો ચિત્ત,
માણ મધુરી મનગમતી આ વગડાની રે પ્રીત
આવને ભેરુ સાંભળીએ આ વગડાનું સંગીત,
અનીલ લહરે લતા ઝૂલે
પુષ્પ દલો છે મિત
પતંગ પરાગ પાવન પ્રેમે
વગડો વહેંચે ખીર,
છલકો ઓ છબીલા તમે ઝીલી&n
bsp;વગડાનાં ગીત
આવને ભેરુ સાંભળએ આ વગડાનાં સંગીત,
આંબા ડાળે કોયલ ટહુકે
છૂપંત છબીલી નિત
બાંધ હિંચકો મનવા ડાળે
પવન પલાણે પ્રીત,
મંજુલ મંજુલ મંજરીઓ મહેંકતી થઈને મિત
આવને ભેરુ સાંભળીએ આ વગડાનું સંગીત,
વ્રજની વાટે ગોપ ગોપીઓ
માધવ માખણિયો મનમિત
નાચંત મોરલા કરી ટહુકારા
રાસ બંસરી પ્રીત,
આવને દોડી, મહેલ છોડી, મારા મોંઘેરા મિત
સાંભળીએ આ વગડાનું સંગીત.