રૂપની મહારાણી
રૂપની મહારાણી
તારી મસ્ત અદાઓથી હું,
બની ગયો છું મસ્તાનો,
મસ્તીમાં ઝૂમતા-નાચતા હું,
બની ગયો છું દિવાનો.
ઓ સુંદર મતવાલી નારી,
તુ છો રૂપની મહારાણી,
આંખ શરાબી, ગાલ ગુલાબી,
લાગે છે મુજને વ્હાલી.
તારા સૂરીલા ટહૂંકા થઈ હું,
મધુર તરાનો ગાનારો,
મસ્તીમાં ઝૂમતાં-નાચતાં હું,
બની ગયો છું દિવાનો.
હ્રદય દ્વારે આવકારી તુજને,
પ્રેમથી ઝુલાવનારો,
તારા હ્રદયની ધડકન સાથે,
તાલને મેળવનારો.
ન તરસાવ "મુરલી" મુજને હું,
પ્રેમમાં તડપનારો,
મસ્તીમાં ઝૂમતા-નાચતા હું,
બની ગયો છું દિવાનો.