રહસ્ય
રહસ્ય
જીવનમાં કરેલ કર્મોનું રહસ્ય હું છૂપાવી રહ્યો છું,
રહસ્યની જાળમાં ખૂબ જ ઊંડે ગુંચવાઈ રહ્યો છું,
કેમ બહાર નીકળવું તેનો રાત દિન વિચાર કરીને,
ઘરની ચાર દીવાલોમાં બેચૈન બની જીવી રહ્યો છું.
રહસ્યના વિચારો કરીને મનથી વ્યગ્ર બની રહ્યો છું,
કોઈને કહેવું કે ન કહેવું તેનાથી હું ખૂબ ડરી રહ્યો છું,
રહસ્યથી ફાયદો થશે કે નુકશાન તેનો વિચાર કરીને,
મનથી અતિ વ્યગ્ર બનીને હરપલ હું મુંઝાઈ રહ્યો છું.
રહસ્યનું દફન કરવા માટેની જગ્યા હું શોધી રહ્યો છું,
કબ્રસ્તાનમાં આવીને રહસ્ય દફનાવવા મથી રહ્યો છું,
કબરમાંથી અચાનક મને અવાજ સંભળાયો "મુરલી",
હું પણ મારા રહસ્ય સાથે આ કબરમાં રડી રહ્યો છું.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)
