STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

તારૂ સાનિધ્ય

તારૂ સાનિધ્ય

1 min
4

તા સાનિધ્ય મળે તો મારા મનને શાંતિ મળે,
આ સુમસામ જીવનમાં સ્નેહની સરવાણી મળે.

તારા પ્રેમની પૂજા કરવી એ જ છે મારી તમન્ના,
તારા નયનોનાં હમેશા મારી તસ્વીર જોવા મળે.

તારી લહેરાતી ઝુલ્ફોથી ફેલાય છે મધુર મહેંક,
તારી ઝુલ્ફોનાં છાયામાં શિતળતા માણવા મળે.

તારા સાનિધ્યથી થનગનાટ કરી રહ્યું છે મારૂ દિલ,
જીવનમાં દરેક ડગલે પ્રેમની સરિતા જોવા મળે.

તારા સાનિધ્યથી દુનિયા ભલે ઈર્ષ્યા કરે "મુરલી",
તુ દિન રાત મારા દિલમાં સમાયેલી જોવા મળે.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Drama