STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational

સંબંધોમાં તિરાડ

સંબંધોમાં તિરાડ

1 min
2

સંબંધોમાં તિરાડ પડે તો ગજબનો તમાશો થાય છે,
મુખ ઉપર સ્મિત હોય તો પણ ખામોશી દેખાય છે.

મહેફિલમાં કાયમ આવનાર અચાનક થઈ જાય દૂર,
રસ્તામાં સામે મળે તો પણ અજાણ્યા બની જાય છે.

જેની ઉપર વિશ્ચાસ હોય તે બની જાય છે સો ગદ્દાર,
સમય બદલાતા માનવ પણ માનવતા ભૂલી જાય છે.

વાત તો ઝઘડાની હોય મામૂલી એ બને રાઈનો પર્વત, ગેરસમજ દૂર કરવાનું પણ અતિ કઠીન બની જાય છે.

શુ કરવું? કોને સમજાવવી? હવે હ્રદયની આ વાત,
યાદ કરીએ તો મન પણ અતિ વ્યગ્ર બની જાય છે.

સંબંધોને સાચવવા માટે સૌ બની ગયા સાવ નિષ્ફળ,
આ જ ભૂલ જીવનભર સોને આંસુ વહાવી જાય છે.

"મુરલી" નિરાશ બનીને છૂપાવી રહ્યા છે હ્રદયમાં દર્દ, સંબંધોની તિરાડો જીંદગીમાં ઘણું શિખવાડી જાય છે.

રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational