ત્યાગ
ત્યાગ
જીવનમાં રહેલ મલિનતાનો મારે ત્યાગ કરવો છે.
મારામાં રહેલા અવગુણોનો મારે ત્યાગ કરવો છે.
આજ સુધી સૌની ઉપર કર્યા હતા જુલ્મ-સિતમ,
માનવતાની સેવા કરવા હવે મારે ત્યાગ કરવો છે.
કરેલ કર્મોનું મંથન કરવા મારૂ મન બન્યુ છે વ્યગ્ર,
નિર્મળ જીવન જીવવા માટે મારે ત્યાગ કરવો છે.
સમય બદલાઈ જતાં મારે માથે લાગ્યુ છે કલંક,
પ્રેમ દીપ પ્રગટાવવા નફરતનો મારે ત્યાગ કરવો છે.
આ તન માટીનું રમકડું તે સમજી ગયુ છે મારૂ મન,
ગુનાખોરીની દુનિયાનો હમેશા મારે ત્યાગ કરવો છે.
સૌને મુઠ્ઠીમાં રાખીને ખુદને શોધી રહ્યો છે "મુરલી",
ભક્તિ સરિતામાં ડૂબવા સૌનો મારે ત્યાગ કરવો છે.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)
