STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance Tragedy

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance Tragedy

પ્રેમ અને ત્યાગ

પ્રેમ અને ત્યાગ

1 min
0

પ્રેમના આ માર્ગમાં મેં દુઃખો સહન કર્યા ઘણાં,
ત્યાગના દીવા હ્રદયમાં પ્રજ્વલિત થયા ઘણાં.

સમયે સાથ છોડતા સપનાઓ વિખેરાઈ ગયા,
આંખોમાંથી વિરહના આંસુઓ વરસ્યા ઘણાં.

પ્રેમની હૂંફ ન મળતાં અંતર વધી ગયુ હ્રદયમાં,
તારૂ નામ યાદ આવતા ધબકારા વધ્યા ઘણાં.

પ્રેમ સાચો કર્યો હતો મેં નથી માગ્યું બદલામાં,
વેરણ મારા જીવનમાં ફૂલ મહેંકી ગયા ઘણાં.

 ત્યાગની ભાવનામાં હ્રદય રોજ સળગતું રહ્યું,
સપનાઓ પણ રાખ બનીને સરકી ગયા ધણાં.

 તારા સુખની ખાતર હું ખુદને પણ ભુલી ગયો,
એ જ પંથ પર ફરી એકલા ભટકી ગયા ઘણાં.

 પ્રેમ અને ત્યાગને હવે સમજી ગયો છે 'મુરલી',
 હાસ્ય પાછળ વિરહનાં દરિયા છલક્યા ઘણાં.

 રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Drama