STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

4  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

ચંદ્રના સાનિધ્યમાં

ચંદ્રના સાનિધ્યમાં

1 min
0

શિતળ કિરણો ભીના થયા ચંદ્રના સાનિધ્યમાં,
તારાઓની મહેફિલ જામી ચંદ્રના સાનિધ્યમાં.

યાદોની મોસમ આજે મારા મનમાં છવાઈ ગઈ,
પ્રેમથી હ્રદય ધબક્યું આજ ચંદ્રના સાનિધ્યમાં.

રંગબેરંગી સંધ્યાએ ઓઢેલી ચાદર સંતાઈ ગઈ,
તુ મારા હ્રદયમાં સમાઈ ગઈ ચંદ્રના સાનિધ્યમાં.

સદીઓનો વિરહ તુટ્યો અને ખુશી થઈ ઘણી,
અબોલા પણ ભુલાઈ ગયા ચંદ્રના સાનિધ્યમાં.

આકાશના તારાઓ આ જોઈને શરમાઈ ગયા,
શ્ચાસોની સરગમ લહેરાણી ચંદ્રના સાનિધ્યમાં.

મનમાં થયેલ ગેરસમજ બધી જ ઓગળી ગઈ,
પ્રેમના આંસુઓ વરસી પડ્યા ચંદ્રના સાનિધ્યમાં.

એકબીજાના હ્રદયની ધડકન રાત ગજાવી ગઈ,
"મુરલી" એ પ્રેમની ધૂન છેડી ચંદ્રના સાનિધ્યમાં.

 રચના-ધનજીભાઈ ગઢીયા"મુરલી" (જુનાગઢ)


Rate this content
Log in

Similar gujarati poem from Drama