STORYMIRROR

Patel Padmaxi

Drama

4  

Patel Padmaxi

Drama

કન્યાદાન

કન્યાદાન

1 min
409


પામ્યો 'તો તે રતન અણમોલું પ્રાર્થનાએ,

મળ્યું 'તું માનતાઓ-બાધાઓથી વરદાન.


ગૃહ ઉપવનની કયારીમાં મ્હેકતું મૃદુ પુષ્પ,

ચોતરફ ખુશીઓની સોડમ ફેલાવતું સંતાન.


આંગળી પકડીને બતાવ્યું જગનું આંગણ,

પ્રેમથી કીધું રક્ષણ સદા જેમ સ્વયંના પ્રાણ,


સંસ્કાર ને શિક્ષણ, ભણાવ્યા વિવેકના પાઠ,

પગભર કરી લાડકડીને મેળવ્યા રે બહુમાન!


જુઓ,હાથોમાં દઈ કાળજાના કટકાનો હાથ

એક પિતાએ ભારે હદયે કર્યું અંતે કન્યાદાન.


Rate this content
Log in

Similar gujarati poem from Drama