બેરંગી હોળી
બેરંગી હોળી
1 min
432
ભરપૂર રંગો આસપાસ લાવી હોળી
કેવી તુજ વિહોણી બેરંગી હોળી!
આ કાયાને સખીઓએ રંગમાં રોળી
પરંતુ ભીતર કોરીકટ બેરંગી હોળી.
ઘેરી વળી મૂને આ રંગારાઓની ટોળી
કોઈ રંગ ગમતો નહીં બેરંગી હોળી.
રમતાં સહુ આનંદમાં બોળી બોળી
તારા સ્મરણે ઉદાસીન બેરંગી હોળી.
સંતાઉં કોક ખૂણે તો લેતાં મને ખોળી
નયન શોધતાં તને સાવ બેરંગી હોળી.