હોળી તારા નગરની
હોળી તારા નગરની


યાદ છે મને તે હોળી તારા નગરની,
રંગોથી ભરેલી પણ શ્વેત તારા વગરની.
ભાન ભૂલી દોડી આવી'તી રંગવા તને,
ને ભાળ મળી'તી તારી બદલાયેલી નજરની.
ગોખી રાખ્યો'તો નકશો તારા સરનામાનો,
જાણ કયાં હતી મને પલટાયેલ ડગરની ?
પાગલ બની ગઈ'તી રંગાવાને તારા હાથે,
પણ કોરીકટ તાસીર જડી'તી ત્યાં કદરની.
છતાંયે શું કહું રંગ તારોજ લઈને ફરી પાછી
આજ સુધી ગાઢ રહી છે બેરંગી અસરની.