શું આપું તને ?
શું આપું તને ?
પ્યાર આપવા માંગું છું,
કેવી રીતે નફરત આપું ?
જીવન જીવવા માંગું છું,
કેવી રીતે જુદાઈ આપું ?
ખુશી આપવા માંગું છું,
કેવી રીતે ઉદાસી આપું ?
આંખમાં સપના આપવા માંગું છું,
કેવી રીતે આંસુ આપું ?
સહકાર આપવા માંગું છું,
કેવી રીતે તિરસ્કાર આપું ?
બધુ જ તો તારું છે,
એના સીવાય શું તને આપું ?

