STORYMIRROR

Valibhai Musa

Romance

4  

Valibhai Musa

Romance

સપન તણખલાં

સપન તણખલાં

1 min
21.1K


ચંચુ મહીં તૃણ ગ્રહી

નિજના અર્ધાપર્ધા સર્જાયા એ

નીડ ભણી

ધસમસતા કપોત તણી

તત્પરતામાં તન્મય થઈ,

હુંય ચહું;

ગ્રહવા નિજ ઓષ્ઠ મહીં

તુજ બંધ પોપચાં

સ્વપ્નસભર – જે સ્વપ્ન તૃણશાં

રહ્યાં આજ લગ,

નવ બનિયાં એ અમ જીવનનીડ.

પણ ડર

રખે ઓષ્ઠસ્પર્શે તું જાગે,

દુજી આંખ તુજ ઝબકી ઊઘડે,

ખરી પડે એ સપન તણખલાં !


Rate this content
Log in

Similar gujarati poem from Romance