યાદોની મોસમ
યાદોની મોસમ
ઊંડે ઊંડેથી મને ફરી તારો સાદ આવ્યો,
યાદોથી ભીંજવવા ફરી વરસાદ આવ્યો,
પ્રેમની મોસમ ખીલી ના શકી મારી કદી,
ચોમાસામાં હવે તો આંસુનો નાદ આવ્યો,
શાને તે આ ઋતુ બનાવી, જે તરસાવે છે,
ઈશ્વર સાથે કાયમ આ જ વિવાદ આવ્યો,
હૃદયમાં ફૂટી છે કૂંપળો ફરીથી કોઈ દર્દની,
યાદ મને જો તારી સાથેનો સંવાદ આવ્યો,
મેળવી લીધું સઘળું તોય સંતોષ ના પામ્યો,
જીવનમાં તારો સંબંધ જયારે બાદ આવ્યો !

